રોબોટ્સ એટેક 18

  • 2.8k
  • 4
  • 964

મિ.સ્મિથે વાતને ઘુમાવ્યા વગર સીધી જ બધા સામે મુકતા કહ્યુ, “જુઓ સાથીઓ આપણે બધા જ અહિંયા આટલા વર્ષોથી કોઇ એવી શક્તિ કે મદદની રાહ જોઇ રહ્યા છીએ,જે આપણને આ નર્કમાંથી આઝાદ કરાવે.આજે એ સમય આવી ગયો છે.આપણને આ નર્કમાંથી છોડાવવા માટે મદદ આવી રહી છે!!”.મિ.સ્મિથે જ્યારે તેમનુ વાક્ય પુરુ કર્યુ અને શ્વાસ લેવા માટે રોકાણા ત્યારે દરેક જણના ચહેરા પર આશ્ચર્યના ભાવો હતા.પણ આ આશ્ચર્ય એ સુખદ આશ્ચર્ય હતુ.કારણકે, “જ્યારે બચવાની કોઇ આશા જ ન હોય અને ત્યારે માણસને એક તણખલુ પણ દેખાય તો તેનામાં જીવવાની આશાનો સંચાર થઇ જાય છે”.