લિપ્સ માટે લવલી ટિપ્સ

(35)
  • 4.1k
  • 4
  • 852

કોઈપણ વ્યક્તિ અન્યનો ચહેરો જુએ ત્યારે સૌથી પ્રથમ તેની નજર સામેની વ્યક્તિની આંખ અને હોઠ ઉપર પડતી હોય છે. તેથી હોઠ આકર્ષક બનાવવા જો લિપસ્ટિકનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો ન હોય તો હોઠની સુંદરતા ઝાંખી પડી જાય છે. મહિલાઓ દ્વારા ચહેરાને સુંદર બનાવવા ફેશિયલથી માંડી અનેક બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. તેથી ચહેરો તો સુંદર લાગે છે. પરંતુ હોઠની માવજત કરવાનું ઘણી વખત આપણે ચૂકી જઇએ છીએ. હોઠ પર આપણા ડ્રેસને મેચ થાય એવી લિપસ્ટિક લગાવી દીધી એટલે આપણે તૈયાર થઇ ગયા એવું માની લઇએ છીએ. પરંતુ ચહેરાની જેટલી માવજત કરીએ છીએ એટલી હોઠની કરતા નથી. તેથી હોઠ કાળા, શુષ્ક બની જાય છે. તેનું આકર્ષણ ઘટવા લાગે છે. દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તેના હોઠ લાલ અને ગુલાબથી કોમળ પણ વધુ રહે. જાણીતા શાયર મીર તકી મીરનો એક મશહૂર શેર સ્ત્રીના નાજુક હોઠ માટે છે. નાજુક ઉસકે લબકી ક્યા કહીએ, પંખુડી એક ગુલાબ કી સી હૈ. જો તમે પણ હોઠને ગુલાબી બનાવવા ઇચ્છતા હો, તો ગુલાબની પાંદડીઓને પીસી એમાં કાચું દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને રાત્રે સૂતાં પહેલા હોઠ પર હળવા હાથે ઘસી રહેવા દો. આ રીતે નિયમિત કરો. આવી અનેક ટિપ્સ આપના લવલી લિપ્સ માટે સંકલિત કરીને રજૂ કરે છે. મને આશા છે કે એ વાંચીને તમે પેલી જાહેરાતની જેમ જરૂર બોલી ઉઠશો કે, બોલે મેરે લિપ્સ, આઇ લવ મીતલ્સ ટિપ્સ!