રોબોટ્સ એટેક 17

(4.8k)
  • 3.9k
  • 2
  • 1.4k

આજનો દિવસ કાશીમાં વસતા બધા જ લોકો માટે ખુબ જ અગત્યનો હતો.આજે જ તેઓ શાકાલ સામે યુદ્ધ કરવા માટે નિકળવાના હતા.તેમની પાસે તેમના પરિવાર અને સ્નેહીઓની સાથે સમય વિતાવવા માટેનો આ આખરી દિવસ હતો.એના પછી યુદ્ધમાંથી કોણ પાછુ જીવતુ પાછુ આવશે અને કોણ આ યુદ્ધમાં શહીદ થઇ જશે તે કોઇ નહોતુ જાણતુ.તેથી જ બધા લોકો તેમનો આજનો દિવસ તેમના પરિવારજનો સાથે વિતાવવા માગતા હતા.પરંતુ પાર્થ સવારથી ઉઠ્યો ત્યારથી દ્વીધામાં હતો.તે પણ તેનો આજનો દિવસ તેના પરિવાર સાથે વિતાવવા માગતો હતો.