વખાણની કિંમત કેટલી નિંદાની કિંમત કેટલી દુનિયા તરફ જો અને વિચાર, શું તારું છે તને શાનો અહંકાર છે તારી કેટલી કિંમત છે વખાણ કે નિંદાની કિંમત, તે બંને કરવાવાળા લોકોના મત જેટલી હોય છે. તેનાથી જરાયે વધુ નહિ. ત્યારે અંત:કરણને પૂછવું જોઈએ કે જગતમાં મારા મતને ભાવ કોણ આપે છે જગતમાં મારા મતની કિંમત કેટલી ધર્મ એ માણસમાં ઉન્નતિનો ભાવ જાગૃત કરે તેવો હોવો જોઈએ. ચૈતન્ય નિર્માણ કરવો જોઈએ.