અપેક્ષા

(19)
  • 2.5k
  • 1
  • 665

વાર્તા વિષે... આ વાર્તામાં સમાજ અને લેખક વચ્ચેના સંબંધની વાત છે. સામન્ય રીતે લેખકો પોતના વાચકોને જાતજાતની શિખામણો અને સલાહો આપતા હોય છે, પરંતુ પોતે જ એ પ્રમાણે વર્તન કરતા હોતા નથી. તેઓ માનતા હોય છે કે, લખવું એ જ મોટી સમાજસેવા છે. સમાજના લોકો પણ લેખકો તરફ ઉદાર વર્તન દાખવતા હોય છે અને લેખકો પાસેથી વધુ અપેક્ષા રાખતા હોતા નથી. આવા જ એક લેખક અને એના યુવાન વાચક વચ્ચે એક મુલાકાત થાય છે. વાચક લેખકને કેટલાક સવાલો કરે છે. જેવા કે, ‘કેમ નહિ ’ યુંવાને ટેબલ પર હાથ પછાડ્યો. આ સિવાય કેટલીય એવી બાબતો છે કે જેના વિષે તમે ખૂબ ખૂબ લખો છો, લોકોને દોરવણી આપો છો, ચેતવણી આપો છો, સૂચનો આપો છો, વિરોધ કરવાનું કહો છો, પણ તમે પોતે એનો વિરોધ કરવાનું જોખમ કેમ ખેડતા નથી બીજા લોકો જ જોખમ ખેડે એવી આશા શા માટે રાખો છો ’ જવાબમાં લેખક શું કહે છે અને એ મુલાકાતનો અંત કેવો આવે છે તે જાણવા માટે વાર્તા વાચો. –યશવંત ઠક્કર