ઓપરેશન અભિમન્યુ:પ્રકરણ-૧૪

(88)
  • 7k
  • 8
  • 1.9k

“આઈ થીંક ધીસ ઈસ બેસ્ટ સરપ્રાઈઝ ઓફ ટુડે.” એસ.પી. સાહેબે કહ્યું. “નો..ઇટ્સ નોટ.!” બંને હાથે ટેડી પકડીને બગીચાના ઘાસ તરફ પોતાની દ્રષ્ટિ રાખીને નિહારીકાએ કહ્યું. પ્રશ્નાર્થભાવે એસ.પી. સાહેબ નિહારીકાને જોઈ રહ્યા. “હું હજુ બેસ્ટ સરપ્રાઈઝની વેઇટ કરું છું.!” નિહારીકાએ એસ.પી. સાહેબ સામે જોતા કહ્યું. એસ.પી. સાહેબને કદાચ નિહારિકા શું કહેવા માંગે છે એ વાતની ખબર ન પડી એટલે તેમણે પોતાના કપાળ પર ચોંટેલો પેલો પ્રશ્નાર્થચિન્હવાળો ભાવ હટવા દીધો નહિ. “...અને એ મને ઓપરેશન અભિમન્યુની આગળની વાર્તા સાંભળવાથી મળશે.” નિહારીકાએ કહ્યું. એસ.પી. સાહેબને વાત ખબર પડી એટલે પ્રશ્નાર્થ ચિન્હ હટીને નીચે ઘાંસમાં પડી ગયુ.