કાન્તા - 2

(72)
  • 6.8k
  • 2
  • 3.2k

ભલે, તું નહિ માને.. થોડીવાર તે સુનમુન બેસી રહી, ને ધીરેથી બોલી ગગા, તારી બહેન રડતી આવે તો તું શું કરે બારણું ના ખોલે માએ સવાલ પૂછીને મારુ દિમાગ ખરાબ કરી નાખ્યું, હું છેક અંદરથી હાલી ગયો, ક્યાંક મારી બહેન પણ તરત જ મેં બરોડા મારી બહેનને ફોન લગાવ્યો શું કરે છે ચકુડી ઓહો, પહેલીવાર તારો સામેથી ફોન આવ્યો... બોલ બકા. બસ એમ જ.. કઈ તકલીફ તો નથી ને એટલે એટલે ઘરમાં બધું બરાબર છે ને કઈ પ્રોબ્લેમ તો નથી ને તું શું બોલે છે, ને કેમ પૂછે છે મને કઈ સમજાતું નથી. જરાય સહન કરવાનું નહિ, મજા આવે ત્યાં સુધી જ સાથે રહેવાનું, સમાજનું કે લોકોનું વિચારીને, કે ક્યાં જઈશ એવું વિચારીને મૂંઝાતી નહિ, હું બેઠો છું, અડધી રાતે આવી જજે, કોઈ તને એક સવાલ પણ નહિ પૂછે, જરાય મન મારીને રહીશ નહિ, સમજી કે નહિ તને શું થયું છે તું શું બોલે છે માંને ફોન આપ... ..