માર્ટિન ગેરિક્સ : ટીન’એજ’ એનિમલ

(12)
  • 2.9k
  • 5
  • 644

નેધરલેન્ડ્સ જેવા નાના દેશમાંથી માત્ર ૨૦ વર્ષની ઉંમરે વર્લ્ડ-વેબમાં પોતાનો ડંકો વગાડતો ‘એનિમલ’ એટલે માર્ટિન ગેરિક્સ. વિશ્વના સૌથી મોટા ફેસ્ટિવલ ‘ટુમોરોલેન્ડ ૨૦૧૫’માં સંભળાયેલ ‘એનિમલ’ ટ્રેક દરેકના મોબાઈલની રીંગટોન્સ બની ગઈ. તે ‘એનિમલ’ ટ્રેકનો માલિક એટલે માર્ટિન ગેરિક્સ. યંગસ્ટર્સની ‘રૂમ થિમ’ બની ચૂકેલ આ ટ્રેક વિશ્વભરના મોબાઈલ સ્ક્રીન પર રહેવા લાગ્યું. દરેક યંગસ્ટર્સ હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પોતાના ઘરે અથવા હોસ્ટેલની રૂમમાં સિગરેટના કશનો ટેસ્ટ લેવામાં પસાર કરતા હોય છે. કોઈ બ્રેક-અપ્સ, પેચ-અપ્સ અને ફેમિલી સ્ટોરીઝમાં વેસ્ટ કરતા હોય છે. ઘરે રહીને હાઈસ્કૂલ કે કૉલેજ કરતા હોય તો સુપરમાર્કેટ કે કોલ્ડ્રિંક્સની શોપ પર સ્પેન્ડ થાય છે. મોબાઈલની સ્ક્રીન અને હાર્ટની ડ્રાઈવમાં કચરો સેવ થતો રહે છે. ગ્રેજ્યુએશનના અંતે નામ માત્ર ‘અનામી’ બનીને જ રહે ! માર્કેટમાં ખરીદીની વખારમાં હરાજીની આઇટેમ તરીકે ઉભા રહેતા યંગસ્ટર્સ માટે માર્ટિન ગેરિક્સ ઉદાહરણ છે.