મૃત્યુ કે જન્મ

(22)
  • 6.1k
  • 2
  • 768

સવાર ના 7:30 જેવા વાગ્યા હતા હું મારા આલીશાન બંગલા સંજીવની ના ગાર્ડન માં બેઠો હતો .(હું એટલે તથાગત ઓઝા THE OWNER OF R INDUSTRY .જે ઈન્ડિયા ની top 5 pharmasutical કંપની માંની એક છે..)મારી મમ્મી ભદ્રાદેવી ઓઝા અને પિતા મહેન્દ્રભાઈ ઓઝા મોર્નિંગ વોક માંથી પાછા આવી રહ્યા હતા અને સામેથી સરલા બેન breakfast લઇ ને આવી રહ્યા હતા. (મારા પિતા ની વાત કરું તો એ એકદમ ગંભીર અને કડક હોય એવા દેખાતા પરંતુ અંદર થી એકદમ કોમળ સ્વભાવ ના હતા.એમની એક style હતી એ જ્યારે પણ મોર્નિંગ વોક માંથી પાછા આવતા એટલે શારૂખખાન ની જેમ માથા માં હાથ ફેરવતા પછી બહાર આવી ગયેલા એ રુદ્રાક્ષ ની માળા ને t-shirt ની અંદર નાખી બંને હાથ થી કૉલર ને સરખો કરતા . ) એ લોકો પણ મારી જોડે આવીને બેસી ગયા હતા, મેં good morning મમ્મી-પપ્પા એવું કહ્યું હતું.( આ અમારો રોજ નો નિત્ય ક્રમ હતો ). મમ્મી એ આવી ને પાપા ને એક ઈશારો કર્યો હતો , પાપા એ પણ ઈશારા માં જ હા બતાવી દે એવું કહ્યું.મને ખબર પડી ગઈ હતી કે હવે આ લોકો લગ્ન ની વાત ફરી ચાલુ કરી દેશે . એક તો મારી લગ્ન કરવા ની ઈચ્છા નતી પણ આ લોકો મને બહુ ફોર્સ કરતા હતા. હવે વાત કરું તો અત્યાર સુધી 21 જેટલી છોકરી ને ના પાડી ચુક્યો હતો કેમકે કોઈ એવી મળી જ નતી કે જે એક ક્ષણ માટે મારી ધડકન ચુકાવી દે . કોઈ જાડી તો કોઈ મારા કરતાં નીચી હતી તો કોઈ વળી attitude વાળી હૉતી. આજે પણ મને છોકરી નો photo દેખવા ની કોઈ ઈચ્છા નતી.એક બાજુ મમ્મી બોલી રહી હતી કે બેટા લગ્ન કરી લે અમ ને પણ અમારા પૌત્રો ને રમાડવા છે , પપ્પા એ પણ વાત માં પોતાની હાજરી પુરાવી હતી . મારે office જવા નું મોડું થતું હતું એટલે હું ઉભો થઈ ગયો હતો, મમ્મી એ થોડી નારાજગી સાથે કહ્યું હતું કે બેટા આ પ્રદીપ કાકાની છોકરી ઝલક છે બસ એને જોઈ લે એક વાર , મારી ઈચ્છા નતી પણ અનાયાસે એના photo પર મારી નજર પડી ગઈ હતી . બસ ઝલક ની એક ઝલકે મને જાણે મંત્ર મુગ્દ્ધ કરી દીધો હતો ને હું મમ્મી ને હા પાડી બેઠો કે હા આ મને ગમે છે .પછી તો જોવા નું જ શું હતું સામે થી ચાલી ને લક્ષ્મી આવી હતી ને ઘર માં એને આવકાર મળ્યો હોય એવી પરિસ્થિતિ હતી. બસ હા પાડી હું ત્યાંથી office જવા નીકળી ગયો હતો . બસ પછી તો ખબર નઈ શું થઈ રહ્યું હતું પણ દરેક જગ્યા એ મને ઝલક જ દેખાતી હતી , તેણે મારા મન ને જીતી લીધું હતું. એવું લાગતું હતું કે જાણે હું સંપૂર્ણ એના કાબુ માં ના આવી ગયો હોઉ . બંને બાજુ થી હા હતી એટલે અમારી એક મુલાકાત ગોઠવાઈ હતી કે જેથી અમે એકબીજાના પરિચય માં આવી શકીએ અને એકબીજા ને સમજી શકીએ. Ahmedabad ના ring road પર આવેલી Cafe cofee day માં અમારી પહેલી મુલાકાત થઈ. 8 વાગ્યા જેવા જવા નું હતું ( હું ત્યાં પહોંચ્યો એટલે જોયું તો ઝલક પહેલા થી જ ત્યાં બેઠી હતી ) . કદાચ જીવન માં પહેલી વાર હું મોડો પડ્યો હતો કેમકે પહેલી વાર તૈયાર થયો હતો. હું એક buisnessman હતો એટલે normaly રોજ ની જેમ તેની સાથે હાથ મિલાવ વા હાથ લાંબો કર્યો હતો પણ એને ખાલી એક smile આપી ( મેં એવું વિચાર્યું હતું કે કદાચ શરમાતી હશે .) શરૂઆત માં તો અમારા માંથી કોઈ કંઈ પણ બોલ્યું નહતું બસ ખાલી વિચારો ના શબ્દો કંઈક આડીઅવળી ગતિ કરી રહ્યા હતા અને ધીમું સંગીત વાગી રહ્યું હતું . અમારા બંને ની પરિસ્થિતિ કંઈક આવી હતી , રૂપ કેફી હતું , આંખો ઘેલી હતી, ને હથેળી માં એની હથેળી હતી. આંખોમાં મારી માસૂમિયત હતી , ને દિલમાં થોડા કંપનો હતા, એની સાથે મુલાકાત પહેલી હતી . એની સુંદરતાની ની વાત જ શું કરું એની એ સુંદરતાએ મારી આંખો માંની ઝાકળ ના ઠાર બિંદુને પણ ઠારી દીધું હતું . બસ આ મુલાકાત તો એકબીજા ને જોવા માં જ પુરી થઈ ગયી હતી. લગ્ન પહેલા કંઈક 6 જેટલી મુલાકાત થઈ હશે એમાંથી એક માં પણ હું કઈ બોલ્યો નહતો બસ એ બોલતી ને હું એના વડે બોલાયેલા શબ્દો ને ઘૂંટડે ઘૂંટડે પીએ રાખતો ......( સાચું કહુ તો કોઈ છોકરી જોડે કેવી વાત કરવી , શું વાત કરવી કે પછી ફ્લર્ટ કેવી રીતે કરવું એમાં હું શુન્ય હતો .) થોડા સમય માં તો અમારા લગ્ન ની તારીખ પણ આવી ગઈ હતી. ahmedabad ના C.G road પાસે ના મલ્હાર પાર્ટી પ્લોટ માં જ લગ્ન નો મંડપ બંધાયો હતો. આખા પાર્ટી પ્લોટ ને રોશની ની સજાવી દેવામાં આવ્યું હતું.મહેમાનો ના સ્વાગત માટે ઇમ્પોર્ટેડ ફૂલો લાવામાં આવ્યા હતા. એટલે થી વાત અટકતી નહોતી 50 જાતની તો ખાવા ની વસ્તુઓ રાખી હતી.કદાચ ગુજરાત ના સૌથી શાનદાર લગ્ન હશે આ . જેમ મૂવી માં થતું હોય છે ને કે દુલ્હન વરરાજા ના દેખી શકે એવી રીતે ચૌરી માં આવે એવું જ અહીંયા પણ હતું.એ પાછળ થી આવી હતી એટલે એની પાયલ નો એ રણકાર અને એની સહેલીઓ વડે ચિડાવતા સહેલીઓ ને આપેલા ઠપકાનો અવાજ હજુ પણ મને યાદ છે. અમારો 4 લોકો નો પરિવાર એક સીધી દિશા માં જઈ રહ્યો હતો એટલે કે કોઈ દુઃખ હજી સુધી સ્પર્શયું નહતું. ઝલક પણ પરિવાર નો એક મહત્વ નો હિસ્સો બની ગઇ હતી. બીજા ઘરો માં સાસુ વહુ ના ઝગડા જોવા મળતા પરંતુ ઝલક અને ભદ્રાદેવી જાણે એકબીજા નો હિસ્સો જ ના હોય એવી પરિસ્થિતિ હતી. R INDUSTRY પણ ઉત્તરોતર પ્રગતિ કરી રહી હતી. વધારામાં ઝલક પણ હવે માં બનવાની હતી . ખુશીઓ નો તો જાણે દૌર ચાલતો હતો , પણ કહેવાય છે ને દિવસ પછી સાંજ , સુખ પછી દુઃખ તો આવતું જ રહેવાનું . મારા જીવન માં પણ દુઃખનો એક ટુકડો ઉજાગર થયો હતો . મને પાક્કું યાદ છે કે ઓક્ટોબર મહિનો , તારીખ 15 અને વાર ગુરુવાર હતો . હું મારી ઓફિસ માં બેઠો હતો. કંઈક 11: 45 જેવા વાગ્યા હશે મારા ફોન માં રિંગ વાગી , સામે થી સરલા બેન નો અવાજ આવ્યો એમને ખાલી એટલુંજ કીધું કે બેટા નાની માલકીન (એટલે કે ઝલક ) ને હોસ્પિટલ લાઇ ગયા છે . હું તો આ સાંભળી ને એકદમ ખુશ થઈ ગયો હતો કેમ કે હું હવે એક પિતા બનવા જઈ રહ્યો હતો . ડ્રાઈવર ને કીધું ને તરત જ હું પણ હોસ્પિટલ જવા નીકળી ગયો હતો .મનમાં બહુ બધા વિચારો ચાલી રહ્યા હતા , એક વાત તો વિચારી જ દીધી હતી કે જઇ ને તરત જ પપ્પા ને કહીશ કે બસ હવે તો તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને હવે મનભરી ને તમારા પૌત્ર ને રમાડજો. (હકીકત માં તો મને એક સાચ્ચાઇ થી દુર રાખવા માં આવ્યો હતો જે મને હોસ્પિટલ જઈ ને ખબર પડી હતી .) હું R MULTI-SPECIALTY HOSPITAL RESEARCH CENTER ના પ્રવેશદ્વાર માં દાખલ થયો . હું અંદર ગયો તો જોયું કે મમ્મી થોડીક વાર એક ઑપરેશન થિયેટર ની સામે જોતી ને થોડીક વાર બીજા ની સામે . મને કાઈ ખબર નતી પડી રહી કે મમ્મી આવું કેમ કરી રહી હતી .મને જોતા જ તે મને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી . બીજા ડૉક્ટર ને પૂછ્યું એટલે ખબર પડી કે મારા પિતા ને ત્રીજો હાર્ટ અટૅક આવ્યો હતો અને ઝલક કે મારો પુત્ર બેમાંથી એક જ બચશે ................આ સાંભળ્યા પછી બસ મારી આજુબાજુ નું બધુજ જાણે સ્થિર થઈ ગયું હોય એવું લાગતું હતું. લોકો જાણે કોઈ શિલ્પી એ ઘડેલી મૂર્તિ ના હોય !!!! એવું લાગી રહ્યું હતું . મારુ મન ચકરાવે ચડી ગયું હતું. મને પણ થયું હતું કે ચાલને રડી લઉ પણ એ વિચાર આવી જતો કે હું જ હારી જઈશ તો મારી મમ્મી નું શુ થશે. ........ એતો મારા કરતાં પણ વધારે ભાવુક હતી. અંદર ઓપરેશન ચાલી રહ્યું હતું ને હું હવે શું થશે એ વિચારી રહ્યો હતો. બહાર TV માં ઓપરેશન દેખાતું હતું . એક બાજુ મારા પિતાનું ઓપરેશન ડોક્ટર યશ મોદી ( MCH CARDIOLOGIST ) કરી રહ્યા હતા અને બીજી બાજુ ડોક્ટર અંજલિ પટેલ ( MD GYNACOLOGIST ) હતા જે મારી પત્ની ની delivery ..................... અને બેયની વચ્ચે હતો તો હું , અને આશા નું એક કિરણ ...... પણ કહેવાય છે ને કે જે થઇ ગયું હતું ,જે થઇ રહ્યું છે અને જે થવાનું છે એ બધું જ ઉપરવાળા ના હાથ માં છે . Dr અંજલિ એ મને આવી ને કહ્યું સર અમે પૂરો પ્રયત્ન કરીશું કે તમારા છોકરા ને બચાવી શકીયે અને તમારી પત્ની ને પણ . બીજી બાજુ DR. યશ હતા જે આખા ગુજરાતમાં હ્રદય ના ઓપરેશન માટે ધુરંધર ગણાતા હતા . એમનું આ ઓપરેશન પણ સક્સેસ ગયું હતું . મારા પિતા ને વેન્ટિલેટર પર રાખ્યા હતા . મારો છોકરો જન્મ્યો તો ખરો પરંતુ તેના હૃદય ના ધબકારા જ બંધ હતા . ફરી એક સન્નાટો ..... મારી આંખો પાલકારો મારવા નું ભૂલી ગઈ હોય એવું લાગી રહ્યું હતું . મારી આંખો આંસુ થી ભરાઈ ગઈ હતી અને આંસુ ના પ્રવાહે બે પાંપણો ના બંધ ને પણ તોડી નાખ્યો હતો. એક બાજુ મારા પિતા ના heart beat બહાર TV સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા ને બીજું બાજી ખાલી એક આડી લાઈન હતી .........પણ જાણે કંઈક ચમત્કાર ના થયો એવી રીતે મારા પિતાના heart beat ધીમે ધીમે ઘટી રહ્યા હતા અને મારા પુત્ર ના શ્વાસોશ્વાસ ગતિમાન થઇ રહ્યા હતા. મારા પિતા તરફ થી સ્પંદન નો પ્રવાહ પુત્ર તરફ જઇ રહ્યો હોય એવું લાગતું હતું . મારા પિતા તરફ થી ચેતના મારા પુત્ર ને મળી હોય એવું લાગતું હતું . થોડી વાર પછી ઓપરેશન થિયેટર નો દરવાજો ખુલ્યો , એક બાજુ થી ખુશી આવી હતી ને બીજી બાજુ થી દુઃખ . મારા પગ એ વિચારી રહ્યા હતા કે કયી બાજુ જવું , પિતા તરફ કે પુત્ર તરફ પણ જે પિતા એ મારી જોડે આટલી મસ્તી કરી હતી , જેમને મને માર્યો હતો ને લાડ પણ કર્યો હતો , દરવખતે મારી સાથે એક ઢાલ ની જેમ રહ્યા હોય એમને આવી રીતે સુતેલા જોવા ની કે એમના આ બંધ નયનો ને મારા નયન થી જોવાની મારી તાકાત નાહોતી . એટલે હું આંસુ સાથે બીજા ઓપરેશન થિયેટર માં દાખલ થયો હતો . મેં જ્યારે મારા પુત્ર ને જોયો એટલે હું સ્તબ્ધ થઇ ગયો એની એ આંખો , એનું એ મોટું નાક , એનો ચહેરો સંપૂર્ણ મારા પિતા ને મળતો આવતો હતો. એટલું જ નહીં મારા પિતા ને ડાબા ગાલ પર એક તલ હતો એવો જ તલ મારા પુત્ર ને પણ હતો . મારા પિતા જ્યારે નાના હશે એટલે કદાચ આવા જ લાગતા હશે , મારા પિતા ની આબેહુ પ્રતિકૃતિ લાગતો હતો . સમય આગળ વધતો રહ્યો તેમ તેમ મારો પુત્ર મારા પિતા જેવો જ આકાર લેતો ગયો . તેનું નામ અંશ રાખવા માં આવ્યું કેમ કે એકદમ મહેન્દ્રભાઈ જેવો જ લાગતો હતો . જાણે પપ્પા નો જ એક અંશ ના હોય !!!!!!!!! તેની દરેક વાતો મારા પિતા ને મળતી આવતી હતી . મારા પિતા એ મને કહ્યું હતું કે જ્યારે તને ભારત સરકાર તરફ થી કોઈ મેડલ મળશે કે પછી તારું સન્માન કરવામાં આવશે ત્યારે મારા એક હાથમાં સરબત નો ગ્લાશ હશે અને બીજા હાથ થી આખો હોલ ગુંજી ઉઠે એટલી જોરદાર સીટી મારીશ. એવો એક દિવસ આવી ગયો હતો કે જ્યારે મને ભારત સરકાર તરફ થી કેન્સર ની વેક્સિન શોધવા બદલ સન્માનિત કરવા માં આવ્યો હતો .મને પપ્પા ની એ વાત યાદ આવી ગઈ હતી ને મેં મારા મન ને કીધું કે હવે આ સીટી કોણ મારશે ............ પણ મારા આશ્ચર્ય સામે આખો હોલ ગુંજી ઉઠ્યો એવી સીટી સંભળાયી હતી ને અવાજ આવ્યો હતો કે I AM PROUD OF YOU DADDY આ અવાજ અંશ નો હતો . માત્ર આજ વાત નહીં પણ એવી તો કેટલાય કિસ્સા છે જે મારા પિતા એ પહેલા કહેલું હોય ને મારા પુત્ર એ પુરા કર્યા હોય . વાર્તા ની શરૂઆતમાં છે એવી જ પરિસ્થિતિ હતી .હું ગાર્ડન માં બેઠો હતો. સામેથી મારો પુત્ર આવી રહ્યો હતો એને પણ મારા પિતા જેવીજ style મારી, શારૂખખાન ની જેમ માથામાં હાથ ફેરવ્યો પછી બહાર આવી ગયેલી એ રુદ્રાક્ષ ની માળા ને t - shirt ની અંદર નાખી અને બંને હાથ થી કોલર ને સરખો કર્યો .હું બોલી ઉઠ્યો ગુડ મૉર્નિંગ પપ્પા .............. હું ગણી વાર વિચારું છું કે એ દિવસે શું થયું હતું મારા પિતા નું મૃત્યુ કે જન્મ એજ આંખો , એજ વ્યક્તિત્વ , એજ વિચારસરણી , એજ દેખાવ , એજ ચાલ અને એજ બોલવાની રીત ..... જાણે મારા પિતા જ ના હોય . એ દિવસ ને યાદ કરું એટલે એજ વિચાર આવે છે કે એ દિવસે શું થયું હતું મારા પિતાનું મૃત્યુ કે પછી મારી પત્ની ના કુખે ફરી પાછો મારા પુત્ર રૂપે મારા પિતાનો જન્મ થયો હતો .શું હતું એ મૃત્યુ કે જન્મ આ પ્રશ્ર્ન હજી પણ મારા મન માં એક ગૂંચ વાળી ને બેઠો છે. ●◆ --- રોનક પ્રજાપતિ ( અનંત )