મોટીબહેન

(32)
  • 2.6k
  • 2
  • 828

આ એક પરિવારની વાર્તા છે. સાસરેથી નયના પિયરમા થોડાં દિવસ રહેવા આવે છે. પિયરમાં સતત એની લાગણીનું ધ્યાન રાખવા આવે છે. નયના પણ સતત પોતાની સાસરીની અને પોતાના પતિની વાતો કરતી રહે છે. નયના અને એનાં મમ્મી વારંવાર ભૂતકાળની સારી સારી વાતો યાદ કરતાં રહે છે, જ્યારે નયનાની નાની બહેન વૈશાલી વર્તમાનમાં જ જીવવાનું પસંદ કરે છે. બંને બહેનો વચ્ચેનો વિચારભેદ વારંવાર પ્રગટ થતો રહે છે. જમ કે... ‘અલી, તું વધારે ના ખાતી. બહુ જાડી થઈ જઈશ.’ નયનાએ રાત્રે વૈશાલીને ટકોર કરી. મોટીબહેનને વચ્ચેથી જ અટકાવીને વૈશાલીએ કહ્યું: ‘આપણે તો ખાઈ પીને મસ્તીથી જીવવામાં માનીએ છીએ, મોટીબહેન.પછી જે થવું હોય તે થાય.’ ‘હમણાં મસ્તીથી જીવી લે. લગ્ન થશે પછી ખબર પડશે કે મસ્તીથી કેમ જીવાય!’ ‘કેમ લગ્ન પછી મસ્તીથી ન જીવાય ’ ‘ન જ જીવાયને! જવાબદારી આવી જાય પછી તો મસ્તી ઊભી પૂંછડીએ ભાગે!’ ‘જવાબદારી વળી શાની ’ ‘ઘર સાચવવાની, ઘરવાળાને સાચવવાની. સાસુ-સસરાને સાચવવાની.’ ‘એ બધાં નાના કીકલા હોય ’ ‘નાના કીકલા તો ઘણા સારા…..’ નયના આગળ બોલે એ પહેલાં કુસુમબહેન આવી ગયાં. ...વિવિધ ઘટનાઓ અને સંવાદો દ્વારા વાર્તા આગળ વધતી રહે છે અને અંતે શું થાય છે એ જાણવા માટે આ સંવેદનશીલ વાર્તા વાંચશો. -યશવંત ઠક્કર