સૌરાષ્ટ્રનું એક નાનું શહેર. શહેરની મુખ્ય બજારમાં રમેશભાઈની દુકાન. રમેશભાઈ ગામના પ્રતિષ્ઠિત વેપારી હતા. સવારે વેહલા દુકાને પોહચી જવાનો તેમનો નિત્યક્રમ હતો. રોજનાં ક્રમ મુજબ આજે પણ તેઓ પોતાની દુકાને પોહચ્યાં. તેમની દુકાનની બાજુમાં એક ગાંઠીયાવાળાની દુકાન. રમેશભાઈને આવતા જોઇને ગાંઠીયાવાળો હસ્યો. આજે અમારું કાયમી ગ્રાહક નથી આવ્યું. ગાંઠીયાવાળો હસતા હસતા બોલ્યો અને ઉમેર્યું, તમારા દસ રૂપિયા બચ્યા આજે... રમેશભાઈએ સામે ઘણા વર્ષથી બંધ પડેલી દુકાનના ઓટલા પર નજર કરી. ત્યાં પડેલું ફાટેલું ગોદડું ખાલી હતું. ગોદડાંની આસ પાસ ચીથરાંનો ઢગલો પડ્યો હતો. ગાંડી સાચે જ ગાયબ હતી.