ક્રિશા – 4

(80)
  • 4.3k
  • 4
  • 1.1k

માથું ઝાટકીને બધાજ વિચારો કાઢી નાખ્યા. હું એસ્કેપિસ્ટ, પલાયનવાદી છું, છટકબારીઓ શોધીને ભાગતો રહું છું, કે જ્યાં સુધી કોઈ મને દીવાલ સરસોં ના ચાંપી દે... તે પછી જ, બધા ભાગવાના રસ્તા બંધ થયા પછી જ મારી ક્ષમતાઓ બહાર આવે છે ને હું પુરી તાકાતથી પ્રહાર કરું છું, લડી લઉં છું અને જીતુ પણ છું જ. ક્યારે ઊંઘ આવી, કે આવી જ નહિ, તે ખબર નથી. હું જાગતો હતો કે સ્વપ્નમાં હતો તે પણ ખબર નથી.. મારા ગાલ અને હોંઠ પર ગરમ ગરમ હોંઠ ફરતા હતા, આંખો સખત મીંચી રાખી, ક્યાંક આ સપનું તૂટી ના જાય........