આર્યએ બસની બારીની બહાર નજર કરી. લાઉડસ્પીકર પરથી સતત થતી જાહેરાતોનો ઘોંઘાટ અને લોકોનો કોલાહલ….આ બે ચીજો આર્યના કાનના પડદા સાથે અથડાઈ રહી હતી. તેણે ધીરેથી બારીનો કાંચ બંધ કર્યો. બસનું અંદરનું વાતાવરણ હજુ શાંત હતું. પ્રવાસીઓ ધીરે ધીરે બસમાં આવી રહ્યા હતા.તે બસના વાતાવરણથી પરીચીત હતો. કઈંક અંશે ટેવાયેલો પણ ખરો. એક લેખક વાર્તાની શોધમાં. શું તેને વાર્તા મળે છે જાણવા માટે વાંચો.