સુખડી

(32)
  • 3.2k
  • 3
  • 668

આ વાર્તા ઝૂંપડામાં રહેતાં એક પરિવારની જિંદગી પર પ્રકાશ પાડે છે. ચંદુ રમતાં રમતાં દોડ્યો ને એની ચડ્ડી ગોઠણની નીચે ઊતરી ગઈ. રેવા ખડખડાટ હસી પડી. ’અલી બોન, તારા છોકરાને સારી ચડ્ડી તો પહેરાવ.’ ‘હોવી જોઈએ ને.’ કમુ બોલી.વ્યો. મૂઓ સો વરસ જીવવાનો છે.’ ‘પી…ને જ આવ્યો લાગે છે.’ ‘ન હોય તો લઈ દે બિચારાને.’ ‘એના બાપને મેં કેટલીય વાર કીધું, પણ મૂઓ પીવામાંથી ઊંચો આવે તો ને.’ ‘તું પીવા દે છે ત્યારેને મારા ધણીને તો હું અડવાય ન દઉં.’ ‘આ તો મને ગાંઠતો જ નથી. મૂઓ મારવા લે છે. અબી હાલ પીવા જ ગ્યો છે. આવીને ઉપાડો લેવાનો જ છે.’ ‘મારો ધણી તો…’ રેવાએ ખુશાલનાં ગુણગાન શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે કમુ વાલજીનાં અપલક્ષણો કહેતી ગઈ. કમુના વાસામાં પડેલી સોળો કમુના વસ્ત્રોથી ઢાંકી ઢંકાતી નહોતી. કમુ બોલે કે ન બોલે એ સોળો બોલ્યા વગર રહેતી નહોતી. …વાલજીને આવતો જોઈને કમુ બોલી: ’આ આ ‘ના..ના. આજે પીધો નથી લાગતો. પીધો હોય તો એની ચાલ જ ફરી જાય.’ ‘મને તો કાંઈ ફેર લાગતો નથી.’ ‘તને ખબર ન પડે. મારા ધણીને હું ઓળખું એટલો તું ન ઓળખે.’ ‘એ તો એમ જ હોય.’ ... વાર્તા આગળ વાંચવા જેવી છે. તો જરૂર વાંચો...