કેટલાંય વિદેશીયો આવ્યા ને ગયા.અંગ્રેજો પણ આવીને ગયા.પરંતું ગામની ગરીબાઈ ન ગઈ તે ન જ ગઈ. સ્વરાજ આવ્યુ પણ ગામમા હજું સુધી રોનક ન આવી.ગામની સ્થાપના વખતે જે પ્રશ્ન હતો:પીવાના પાણીનો! એ વિકરાળ સવાલ આજેય દાનવસમો મ્હોં ફાડીને અડીખમ ઊભો છે.મરનારા એક જ અફસોસ લઈને જાય છે કે જીવતેજીવ પાણીનો કકળાટભર્યો ત્રાસ ન મટ્યો! ને જીવનારા એક જ મહેચ્છાથી જીવી રહ્યાં છે કે ક્યારેક તો પાણી ઘરના આંગણા પાવન કરશે જ ! ગામના આ દાનવ સમાં પાણીની તંગીને લઈને સૂરજ પણ મોટી વિમાસણમાં હતો. -Ashkk