વેકેશન-એ-જલસા

  • 3.5k
  • 2
  • 779

વેકેશન-એ-જલસા. હરહંમેશની જેમ વેકેશન આવે એટલે સુખી-સમૃદ્ધ-સશક્ત સુરતીલાલાઓ સંતાનોનું સ્કુલમાં સેટિંગ (વાઉઉઉ.... ‘સ’ ફેક્ટર મસ્ત લાગ્યો.)કરીને ફરવા નીકળી પડે. આખાયે ભારતમાં કોઈ એવું રાજ્ય બાકી નહિ હોય જ્યાં ‘જીજે-૫’ ની ગાડી હોય કે ના હોય પરંતુ ‘જીજે-૫’ નો સુરતીલાલો જરૂર જોવા મળશે. કમાય પણ એટલું જ મહેનત કરીને અને વાપરે પણ એટલું જ. કોઈ સાલું, ચિંગૂસ ના કહી જવું જોઈએ અને જો ભૂલથી પણ ભૂલ થઇ જાય કોઇથી તો પૈસાને પાણીની જેમ વહેવડાવીને સામેવાળાને ભીનો કરે દે એ એટલે મારો વાલીડો સુરતી. રાજસ્થાન-મહાબળેશ્વર-હરિદ્વાર-દિલ્લી-પંજાબ-કેરળ-ગોવા-ઉટી-માથેરાન-લોનાવાલા-જમ્મુ કાશ્મીર-મનાલી-સીમલા-પંચમઢી-આગ્રામાં તો જાણે પોતાનું બીજું ઘર હોય એમ જલસા કરે. ગુજરાતમાં પણ સોમનાથ-દ્વારકા-સાસણગીર-દીવ-દમણ-તીથલ-સાપુતારા-આબુ પર જ પડ્યા-પાથર્યા હોય. અને વિશિષ્ટ સમૃદ્ધિ ધરાવતી પબ્લિક સિંગાપોર-થાઇલેન્ડ-દુબઈ-કેનેડા-ન્યુઝીલેન્ડ-સ્વિઝરલેન્ડ અને.....આવા કેટલાય ‘લેન્ડ’ માં ‘લેન્ડ’ કરીને એકસ્ટ્રીમ ‘લવ’ થી ‘લાઉડ લાઈફ’ ને ‘લાઇવ’ જોઇને ‘લીવ’ કરતા જણાય. વાંચો, આગળ વેકેશનની મજાઓ.