બીક

(23)
  • 3.9k
  • 3
  • 791

પહેલાં સુરતમાં પ્લેગ જેવી બીમારી ફેલાણી ત્યારે એકે એક વ્યક્તિ જાણે સ્વઘોષિત ડોકટર બની ગઈ હતી. લોકોમાં ચાંચડ વિષેની જાણકારીમા એકેએક વધારો થઈ ગયો હતો. સુરતથી આવનારો મહેમાન યમદૂત જેવો લાગતો હતો. ‘સુરતથી આવેલાં દીકરી જમાઈને જાકારો’ એવા એવા સમાચારો છાપામાં આવવા લાગ્યા હતા. વગર અભિયાને લોકો સ્વચ્છતાના આગ્રહી થઈ ગયા હતા. આજકાલ છોકરીઓ જેમ બુકાની બાંધીને બહાર નીકળે છે એમ છોકરાઓ પણ બીકના માર્યા બુકાનીધારી બનવા લાગ્યા હતા. એ વખતે આવી કેટલીક બાબતોને સામવેશ કરીને મેં ‘બીક’ શીર્ષકથી એક મજાની વાર્તા લખી હતી. ‘જલારામદીપ’માં પ્રગટ થઈ હતી. વાચકોને બહુ જ ગમી હતી. એ વાર્તામાં, એક બહેનને ત્યાં એનો નાનો ભાઈ સુરતથી આવે છે ત્યારે એ બહેનને કેવી બીક લાગે છે એ એકદમ હળવાશથી રજૂ કર્યું છે. વળી, ચતુર વાચકોને એ પણ ધ્યાનમાં આવી જશે કે, બહેનને માત્ર પ્લેગની બીક નહોતી લાગતી, પતિની પણ બીક લાગતી હતી. તો વાંચો ‘બીક’ના ડબલ ધમાકા જેવી આ વાર્તા.