રોબોટ્સ એટેક 10

(12)
  • 2.6k
  • 879

સમય બસ એમ જ ચાલ્યે જતો હતો બધા પોતપોતાની ચાલો ચાલવામાં અને ભવિષ્યમાં થનારા બીજા યુદ્ધ માટેની તૈયારીઓમાં લાગેલા હતા.એક તરફ શાકાલ પોતાની યુદ્ધ ક્ષમતા વધારવામાં અને રોબોટ્સની ટેકનોલોજીને વધારે એડવાંસ બનાવવામાં લાગેલો હતો તો બીજી તરફ ડૉ.વિષ્નુ અને મેજર રોબોટ્સની સામે લડાઇમાં તેમને ઉપયોગી થઇ શકે તેવા હથિયાર બનાવવામાં લાગેલા હતા તો ત્રીજી દિશામાં આ બધાથી સાવ અજાણ પણ આ બધાનો ભવિષ્યમાં હિસ્સો બનનાર પાર્થ અને તેનો મિત્ર નાયક પણ રોબોટ્સની કમજોર કડીઓ શોધવામાં લાગેલા હતા.