આ નાટક વર્તમાન ઘટનાઓ પર પ્રકાશ પાડતું એક મૌલિક નાટક છે. તમામ પાત્રો કાલ્પનિક છે. દેશના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, જનતા વગેરેની માનસિકતાને સમજવા માટેનો આ એક પ્રયોગ છે. આ નાટક દ્વારા, આંદોલનો શંકાના ઘેરાવામાં શા કારણે આવતાં હોય છે એ દર્શાવવાનો અને સમાજમાં બદલાવ લાવવો હોય તો વ્યક્તિએ પોતે પણ બદલવું જોઈએ, એ દૃષ્ટિબિંદુ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશમાં અને સમાજમાં જે બની રહ્યું છે એની વાત કરવાની સાથે સાથે જ, ખરેખર શું બનવું જોઈએ એ વાત કહેવાનો આ નાટકમાં હળવાશથી પ્રયાસ કર્યો છે. -યશવંત ઠક્કર