શાંતનુ - પ્રકરણ - 13

(81)
  • 5.6k
  • 6
  • 2.5k

અનુશ્રીનો કોલ તો કટ થઇ ગયો પણ શાંતનુના મનના વિચારો કટ ન થયા. હજીતો બપોરના અઢી વાગ્યાં હતાં અને અનુશ્રીને ઘેરે પોતાની આદત મુજબ જો એણે દસેક મિનીટ પણ વહેલાં પહોંચવું હોય તો પણ શાંતનુંને ઘેરેથી નીકળવા માટે હજીપણ ત્રણેક કલાક જેવો સમય બાકી હતો. હવે મળવાના કારણ બાબતે અનુશ્રીએ જે પૂર્વભૂમિકા બાંધી હતી એ સાંભળ્યા પછી આ ત્રણ કલાક શાંતનું એકલો કાઢી શકે એવું શક્ય નહોતું જ એટલે ‘સંકટમાં જેમ શ્યામ સાંભરે...’ એમ શાંતનુએ તરતજ અક્ષયને કોલ કરીને સીધો જ મુદ્દાનો સવાલ કર્યો. ક્યાં છે કાયમની જેમ હાઈ હેલ્લો કે પછી એક છે વગેરે પૂછવાને કારણે સીધો જ સવાલ કરતા અક્ષયને આશ્ચર્ય થયું. બધું ઠીક તો છે ને ભાઈ? અક્ષયે પૂછ્યું.