કાર્લ માર્ક્સ : સામ્યવાદ અને ભારતીય ઈતિહાસ (Karl Marx)

(34)
  • 20.4k
  • 17
  • 5.1k

જયારે કાર્લની લોક્ક્રાંતિ નિષ્ફળ બની અને યશસ્વી ન નીવડી ત્યારે મૂડીવાદીઓ પણ તેમની મશ્કરી કરવા લાગ્યા. ત્યારે અસફળતા અને અયશસ્વીતાનો સામનો કરવા માટે માર્કસે લખવાની શરૂઆત કરી અને અને ભારત વિરોધી કલમ ઉપાડી અને આ ઘા ને દુર સુધી જવાની હતી. તેમણે પોતાની અસફળતાને છુપાવવા લખ્યું કે, “જ્યાં સુધી દુનિયામાં અવિકસિત અને અર્ધવિકસિત દેશો રહેશે ત્યાં સુધી મુડીવાદીઓનો મિજાજ આવો જ રહેશે અને એ દેશોમાં જયારે યંત્રો પહોચશે ત્યારે તેમની કિંમત ખલાસ થઇ જશે, મૂડીવાડી વસાહતોનો ખાત્મો થશે, ત્યારે જ લોક્ક્રાંતિ થશે.” હજુ તો આ કલમને લોકદિમાગ પર ઘણું પાંગરવાનું અને પથરાવાનું બાકી હતું. માર્ક્સ જયારે વિશ્વના ઈતિહાસ વિષે લખવા બેઠો ત્યારે તેને ભારતને એક બિનપ્રગતિશીલ દેશ તરીકે ઓળખાવ્યો. તેણે લખ્યું કે, “લોકો સમૂહજીવન જીવતા હતા, જેથી વૈયક્તિક માલિકીની કલ્પના સુદ્ધા લોકોમાં નહોતી.” જો ભારતમાં આવી સ્થિતિ હતી તો યુરોપમાં પણ એ સ્થિતિ કે કાળ હોવો જ જોઈએ, જેની નોંધ આ મહાન તત્વચિંતકએ નથી લીધી. વળી, આશ્ચર્ય ત્યારે થાય કે તેણે માત્ર ભારતના નિકટતમ મધ્યયુગ અને અર્વાચીન યુગ(ભારત જયારે ગુલામ હતું) ની જ નોંધ લીધી. તેના મત મુજબ ભારતમાં રસ્તાઓ નથી, માલિકીની કલ્પના નથી, લોકો સામુદાયિક ખેતી કરે છે અને એક રાષ્ટ્રની જ કલ્પના નથી. આ કલ્પનાઓ જ માત્ર પોતાના મનમાં ભારત એ એક અપ્રગત દેશ છે એ પૂર્વધારણા સાથે જ કરી હશે એવું માનવું રહ્યું.