આવકારો વસંતને

  • 2.9k
  • 2
  • 583

... પાંચમાં કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. ફરીથી શ્રોતાઓએ તાળીઓ પાડી. “પાયલ, જરા તો વિવેક જાળવ. વિચાર તાળીઓ પાડવામાં તારું શું જાય છે ” “શાં માટે દંભ કરવા ” “દંભ કરવા માટે નહિ. કવિનું મન રાખવા.” “મારે નથી રાખવું. તારે રાખવું હોય તો રાખ. હું તો આ ચાલી.” પાયલ ઊભી થઈને, ખુરશીઓ વચ્ચેથી જગ્યા કરતી સભાખંડની બહાર નીકળવા લાગી. હેમંત એને જતી જોઈ રહ્યો. એ મૂંઝાયો કે, હવે શું કરવું આટલાં બધાં લોકોની વચ્ચેથી બહાર કેમ નીકળવું જોનારાં તો એમ જ વિચારે ને કે, કવિતાના કાર્યક્રમમાં રસ નહોતો તો આવ્યાં શાં માટે ત્યારબાદ એક પ્રેમી યુગલ વસંતને કઈ રીતે આવકારો આપે છે એ જાણવા માટે આ નવલિકા વાંચવી જ રહી.