સ્માર્ટનેસ

(36)
  • 3.6k
  • 4
  • 1.3k

‘મમ્મી, તું બિલકુલ સ્માર્ટ નથી, બીજાની મમ્મીઓને જો…. કંઈક તો શીખ. જીન્સ પહેર, ફેસબુકમાં તારું એકાઉન્ટ બનાવ. હું તો તને કહી કહીને થાકી પણ તું સુધરવાની જ નથી.’ શૈલી કૈંક ગુસ્સામાં બોલી. ‘ભાઈ સાહેબ, મને ઘરના, તારા, વિશેષના અને તારા ડેડીના કામમાંથી ફુરસદ મળે તો કંઈક કરું ને ’ વિભા શૈલીના આમતેમ ફંગોળાયેલા કપડાં સરખાં કરી રહી. ‘આ બધાં તારા બહાના છે, તારે નવું કશું શીખવું જ નથી અને કશું કરવું જ નથી.’ શૈલીનો ગુસ્સો વધતો જતો હતો.