અપેક્ષા

(36)
  • 4.7k
  • 2
  • 1.7k

ભલાઈ નો બદલો જરૂર મલેછે ભાઇ…કન્ડકટરભાઇસાબ,આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી દેજો! જો ઊંઘી ગઇ હોય તો જગાડજો!’ પંદર વર્ષ પહેલાંની ઘટના. ઓગસ્ટનો મહિનો હતો. વરસાદના દિવસો હતા. ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ પિતા એની તેર-ચૌદ વર્ષની દીકરી જયશ્રીને અમદાવાદ આવતી એસ.ટી.ની બસમાં બેસાડતી વખતે કન્ડકટરને ભલામણ કરી રહ્યો હતો. છોકરીને જે સીટ ઉપર જગ્યા મળી, એ જ બેઠકઉપરઅમદાવાદના મુકેશભાઇ પણ બેઠા હતા અને ચુપચાપ આ દૃશ્ય જોઇ-સાંભળી રહ્યા હતા.