રાજપૂતાણી - 1

(92)
  • 6.3k
  • 10
  • 1.4k

મામૂલી નોકર થી શરુ થયેલી વાત એક એવી દુનિયામાં લઇ જાય છે કે જ્યાં જડ અને લાગણીવિહીન માણસના પણ રૂંવાડા ઉભા થઇ જાય......... હું અને સુમી સવારે ઓફિસમાં કામ કરતા હતા, ને એક 18-20 વર્ષનો છોકરો અંદર આવ્યો, ને બોલ્યો મને કોઈકે કહ્યું છે કે તમને પાર્ટ ટાઈમ નોકરની જરૂર છે... હા, જરૂર તો છે જ.. હમણાં શું કરે છે ભણું છું, S.Y.B.A. માં. બપોરે ત્રણ વાગ્યાથી સાત-સાડાસાત સુધી કામ કરી શકીશ અઢી હજાર આપીશ. કામનું કઈ નક્કી નહિ, બધું જ કામ કરવું પડશે, અમે ઉપર જ રહીએ છીએ, એટલે જરૂર પડે તો ઘરનું કામ પણ કરવું પડશે. તે થોડીવાર વિચારમાં પડ્યો. તે પાતળો, ગોરો, લાંબો, ભૂરી આંખવાળો અને પાતળા નાકવાળો દેખાવડો કહી શકાય તેવો હતો.. કપડાથી તે ગરીબ, લોઅર મિડલ ક્લાસનો લાગતો હતો. થોડીવારે તે બોલ્યો હા સાહેબ, કરીશ, પણ ત્રણ હજાર નહિ આપી શકો