નમસ્તે વાચક મિત્રો ..કબાટની અધૂરી યાત્રા પૂરી કરવા માટે હું આપની સમક્ષ રજૂ કરૂ છું કબાટ કહે છે ભાગ-૨. આશા રાખું છું કે ભાગ ૧-ની જેમ ભાગ-૨ પણ વાચક મિત્રોને પસંદ પડશે.પણ હા લેખનમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ તરફ મારું ધ્યાન અવશ્ય દોરશો એવી વિનંતી સાથે આપની સમક્ષ કબાટને ફરી રાખું છું. (વિતેલી ક્ષણો- નવા શો રૂમથી કબાટ નવા દંપતીના રૂમ સુધી પહોચે છે.ઘરના પ્રેમ,ઝઘડા જેવા ગુણોથી કબાટ વાકેફ થાય છે.સમય વિતતા કબાટ જુનો થઇને ભંગાર બજાર સુધી પહોચે છે,ત્યારબાદ એક મધ્યમ વર્ગીય યુવતીની નજરે ચડે છે.કબાટની બીજા એક નવા જ ઘર તરફ પહોચે છે.