એક હતી ઑફિસ

(42)
  • 2.3k
  • 1
  • 712

એક હતી ઑફિસ. એમાં અનેક કારકુનો અને એક સાહેબ. સાહેબ એટલે ભગવાનના માણસ જોઈલો. કોઈ દિવસ ખીજે પણ નહીં અને કોઈ દિવસ રીઝે પણ નહીં. ઑફિસ એટલે જિલ્લાપંચાયતની ધરમશાળા જ અસલ. બીડી પીવાય. તમાકુ ખવાય. ભજન ગવાય. વારતા પણ કહેવાય. તો વાતો કરવાની કોણ ના પાડે અને વાતો પણ કેવી ઘરના માણસ જોડે થઈ શકે એવી નિખાલસ. એવી સીધી. એવી ચોખ્ખી. દંભનો છાંટોય ન મળે. આગળ વાંચો એક ઑફિસમા આકાર લેતી હાસ્યકથા છે.