હું જેવી છું એમ જ તું મારો સ્વીકાર કેમ નથી કરતો

(37)
  • 5k
  • 12
  • 1.1k

આપણે બધાં એકબીજા પર દાવો કરતાં હોઈએ છીએ કે, હું તને કેટલો પ્રેમ કરું છું. પણ જ્યારે એકબીજાના સ્વભાવ, વર્તન અને વિચારોની વાત આવે ત્યારે તરત જ કહી દેતા હોઈએ છીએ કે, યાર, તારો સ્વભાવ સુધાર, મને નથી ગમતો તારો આ સ્વભાવ. જો ખરેખર પ્રેમ હોય છે તો એકબીજાના બદલવાની અપેક્ષા શું કામ રાખીએ છીએ વ્યકિતના અલગ અસ્તિત્વનો સ્વીકાર કેમ કરી શકતાં નથી જો ખરેખર પ્રેમ હોય તો વ્યક્તિ એમ જ કહે, તું જેવી છું એવી જ મને વધું ગમે છે, મારા માટે તું પોતાની જાતને ના બદલીશ. હું તને તારા ખુદના સ્વરૂપમાં જ પ્રેમ કરવા માંગુ છું. જયાં સ્વીકાર છે ત્યાં જ પ્રેમનું ખરું અસ્તિત્વ હોઈ શકે.