લેટ્સ ગેટ ડીવોર્સ શ્રેયા.. વી કેન નોટ સ્ટે ટુ ગેધર એની લોન્ગર. ઘરના બેક યાર્ડ્માં સવારની ચા પીતા પીતા સંદિપ બોલ્યો. હજુ તો સવારની સુસ્તી માંડ ઉડે તે પહેલાં જ સંદિપે શ્રેયાની ઉંઘ ઉડી જાય એવી વાત સાવ જ સામાન્ય સ્વરે કહી દીધી. મોંઢે માંડેલા કોફીના મગમાંથી ગરમ કોફીનો ઘુંટ જરા જોરથી લેવાઇ ગયો અને એની સાથે જ ગરમ કોફી તાળવે ચોંટી હોય તેના કરતાં જીવ તાળવે ચોંટી ગયો હોય એવો ભાવ શ્રેયાના મનમાં થયો , ક્ષણ વાર માત્ર પણ સાથે કોફીના મગમાંથી ઉઠતી કડક મીઠ્ઠી સુગંધથી મન પ્રસન્ન થઈ ગયુ હોય તેમ શ્રેયાનુ મન સંદિપની વાત સાંભળીને પ્રફુલ્લીત થઈ ગયું.