આંસુડે ચીતર્યા ગગન - 2

(45)
  • 5.2k
  • 6
  • 2.6k

શેષ સિધ્ધ્પુરીયો – આમ તો ખૂબ શાન્ત છોકરો. કોઈ માથાકૂટ નહીં, પણ કોણ જાણે કેમ તે દિવસે મગજ ગુમાવી બેઠેલો. હોસ્ટેલમાં ઇલેક્શનને આગલે દિવસે અમારી લોબી તટસ્થ હતી. હોસ્ટેલાઈટ નટુ પટેલ અને શહેરના પી.સી.ચુડાસમા બંનેના જીતવાના ચાન્સીસ અમારી લોબીના ચાલીસ મત ઉપર હતા. રાવજી સલુંદીયાએ એ બંને પાસે હોસ્ટેલના ફૂડબિલમાં ૧૦ સબસિડી અપાવો તે રીતે માગણી મૂકેલ હતી. વાતચીત અને ચર્ચા એ નેચરલી રાવજીના રૂમમાં થાય.