સાયુજ્ય

(26)
  • 2.8k
  • 3
  • 768

આ એક સામાજીક વાર્તા છે - બે વ્યક્તિઓની મૂંઝવણ અને તેનો હાલ. ‘મયંક, ઘણા વખતથી એક વાત કરવી હતી પણ તે માટે બહું મથામણ થતી હતી. પણ આજે લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે વાત કરી કોઈ નિર્ણય પર આપણે પહોંચીએ.’ એક સાંજે વિભાએ હહ્યું. ‘મારા મનમાં પણ એક પ્રશ્ન ઘણા વખતથી ઘૂમરાયા કરતો હતો. હું ધારું છું કે તારી અને મારી મૂંઝવણ એક જ છે કે હવે આપણે આ સંબંધને નામ આપવું જરૂરી થઇ ગયું છે, સાચું ને ’