તથાસ્તુ

(28)
  • 6.9k
  • 2
  • 1.3k

ધબાક……. કશુંક જોરથી અફળાયાનો અવાજ સાંભળીને કોમલ દોડી. અવાજ ઉપરના રૂમમાંથી આવ્યો હતો એ વાત તો નક્કી જ હતી કારણકે ઘરમાં એના અને નીપા સિવાય બીજુ કોઇ હતુ ય નહી. નીપાને કોલેજ જવાનો ટાઇમ થયો હતો એટલે જમીને તૈયાર થવા ઉપર એના રૂમમાં ગઈ હતી . “તોબા ભઈસાબ આ છોકરીથી ઘરમાં હોય ત્યાં સુધી આખો દિવસ એના કઈને કંઇ ઉધમ પછાડા ચાલ્યા જ કરતા હોય છે. ઉમર સામે ય જોતી નથી. આવતુ વર્ષ તો કોલેજ નું છેલ્લુ વર્ષ……આગળ ભણવુ છે બેન”બા ને “લૉ કરીશ એન્ડ ધેટ્સ ફાયનલ “