વિચારોની આરત

(11)
  • 3.6k
  • 3
  • 744

વાત વિદ્યાર્થીકાળથી શરુ કરીએ કારણકે આજકાલનું શિક્ષણ ખૂબ જ તણાવપુર્ણ બની ગયુ છે તેથી વિદ્યાર્થીઓ ખૂબ જ માનસિક તાણનો અનુભવ કરતાં હોય છે તેથી એમની દિનચર્યા ખૂબ જ તણાવગ્રસ્ત બનતી જાય છે.અત્યારના સમય પ્રમાણે તો પાંચમાથી છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ માનસિક તણાવનો અનુભવ કરતાં હોય છે. આ માનસિક તણાવનું પરિણામ ડિપ્રેશન સુધી લઈ જાય છે.આ માનસિક તણાવ મૂળ યુવાનોની જીવનશૈલીમાં આવતાં ફેરફારથી પેદા થાય છે તથા આજકાલનાં બહારના નાસ્તા તથા બિનઆરોગ્યપ્રદ ખોરાક તથા મોડીરાત સુધીના ઉજાગરાને કારણે પણ માનસિકતણાવ ઉત્પન થાય છે. કોઇક વાર અપુરતૂ માર્ગદર્શન પણ તણાવ તથા ડિપ્રેશનને નોતરી શકે છે. આ માનસિક તણાવ તથા ડિપ્રેશનથી બચવાનો ખૂબ જ સરળ અને સચોટ ઉપાય એ યોગ તથા પ્રાણાયામ છે. જો વિધાર્થીઓને શાળા કક્ષાએથી જ યોગ તથા ધ્યાનનું જ્ઞાન આપવામા આવે તો આ ડિપ્રેશન તથા આત્મહત્યાનાં પ્રમાણને ઘટાડી શકાય છે. હવે વાત કરીએ યુવાનોમાં વધતાં જતાં આત્મહત્યાના દરની તો યુવાનોમાં આત્મહત્યાનું મુખ્ય કારણ બેરોજગારી છે. આજે ભારતમાં યુવાનોમાં સૌથી વધુ બેકારી જોવા મળે છે અને આ બેરોજગારીમાં પણ વિશિષ્ટ રૂપે શિક્ષિત બેરોજગારી જોવા મળે છે. સીધી વાત છે કે કોઈ યુવાન ખૂબ જ ભણે છે અને એ ભણતરની પાછળ ખૂબ જ ખર્ચ પણ કરે છે છતાં એને રોજગારી ન મળે તો એ તણાવ કે ડિપ્રેશનમાં આવી જાય છે અને આ જ કારણ આત્મહત્યા માટે મુખ્ય ભુમિકા ભજવે છે.