પ્રાથમિક શિક્ષણમાં ગુણવતા વધારવા શું કરી શકાય

(36)
  • 7.7k
  • 15
  • 1.6k

જેમ મજબુત, ટકાઉ અને સુંદર મકાન બનાવવા ગુણવતાવાળા ઈંટ, ચુનો, સિમેન્ટ, રેતી, સળિયા, પથ્થર, લાકડું અને લોખંડ જોઈએ, ઉપરાંત કોન્ટ્રાક્ટર, બિલ્ડર, કડિયા, દાડિયા, વ. ગુણવાન હોય તો જ મકાનની સુંદરતા, મજબુતાઈ, ટકાઉપણું અને લાંબુ આયુષ્ય જળવાય છે. આ બધું જાળવવા મકાનનો પાયો મજબુત હોવો જોઈએ. આંબા ઉપર કેરીઓ પાકેલી અને મીઠી ત્યારે જ આવે છે જયારે આંબાવાડિયાના ખેડૂતે આંબાઓને યોગ્ય માત્રામાં તડકો, છાંયો, પાણી, ખાતર વ.આપીને માવજત કરી હોય છે. અહીં પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધારવા સરકાર, માતા-પિતા, વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય દ્વારા વિવિધ પ્રકારની માવજત જરૂરી છે.