ઓપરેશન અભિમન્યુ - 11

(69)
  • 5k
  • 6
  • 1.6k

“હેલ્લો રાઘવસર.” ઘરની બહાર નીકળતા જ રાઘવનો કોલ આવ્યો. “કઈ જાણવા મળ્યું. ” ઘોઘરા અવાજે તેણે પૂછ્યું. “ઘણુંબધું સર, ત્યાં આવીને બધી વાત કરું. ” ધીમેથી મેં કહ્યું અને જીપનો દરવાજો ખોલીને તેમાં બેઠક લીધી. “અહી પણ ઘણા પુરાવાઓ ભેગા થઇ રહ્યા છે સુભાષ, સમજીલે પાઘડીનો છેડો મળી ગયો છે. હવે પાઘડી ઉતરતા વાર નહિ લાગે.” “હું કઈ સમજ્યો નહિ સર.” મેં ગાડી ચાલુ કરતા કહ્યું. “મેં કીધેલુંને પહેલો સબુત પેલા આવારા લોકો પાસેથી જ મળશે અને એવું જ થયું સુભાષ તું જલ્દી પહોંચ તને બધું વ્યવસ્થિત સમજાવું.” રાઘવ ઉમળકાભેર બોલી રહ્યો હતો. મારા મનમાં પણ તેને કહેવા માટે ઘણી વાતો હતી મને હેડક્વાર્ટર પહોંચવાની ઉતાવળ હતી. થોડીવારમાં જ મેં ત્યાંથી ગાડી મારી મૂકી.