ફૂડ સફારી - નો-બેક ડેઝર્ટ

(17)
  • 6.1k
  • 7
  • 1.7k

આપણી એક ગેરમાન્યતા એવી છે કે કોઈપણ આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ બનાવવા માટે ઓવેનની જરૂર પડે જ, કે પછી તેમાં ઈંડાની જરૂર પડે જ. પરંતુ હકીકત એવી નથી. આજે જમાનો ફાસ્ટ લાઈફ-સ્ટાઇલનો છે, દુનિયાના ગમે તે ખૂણે જાઓ, લોકો દોડતા જ જોવા મળે છે. પરિણામે આજે ‘મેક-અહેડ’ કે પછી ‘નો-બેક નો-કૂક’ ડેઝર્ટનો જમાનો આવ્યો છે. પરિણામે કોઈપણ જાતના બેકિંગ વગર સરસ ડેઝર્ટ બનાવી શકાય છે.