જાગીને જોઉં તો

(16)
  • 5.1k
  • 6
  • 1.2k

ગગનવાલા દિલથી તરવરતા જુવાનજોધ માટીડા છે પણ જ્યારે વતન આવે છે ત્યારે ‘દાદા’ બની જાય છે. માથે ટોપી, આંખે ગોગલ્સ ને ચાલમાં ચપળતા હોય વાણીમાં બત્રીસે દાંતનો ટંકાર હોય તોપણ સામેવાળું ભાંપી લે છે કે દાદા આયા. ‘દાદાને પગે લાગો બેટા!’ ‘દાદા થાકી જાશે!’ દાદાને માઠું લાગે, પણ ભગવાનના ઘર પાસે કોનું ચાલે છે? ‘તમારી એઇજના પ્રમાણમાં તમારું નોલેજ અપટુડે કહેવાય!’ જેવી બેધારી તલવારથી જુવાનિયાં દાદાને લોહીલુહાણ કરે છે. કોઈ અજાણ્યા સામેવાળાને ટાલ હોય, ચોકઠું હોય, તોયે ફાટીમૂઓ દાદાને દાદા કહેતો હોય છે, ‘જરા ખસો દાદા!’