દીકરી મારી દોસ્ત - 29

(24)
  • 7.3k
  • 11
  • 2k

” હમ દેખતે રહ ગયે..કારવા ગુઝર ગયા. ” “ પ્રેમનું પ્રાગટય, ઉજાસનો અભિષેક, લાગણીનો ઓચ્છવ .” વહાલી ઝિલ, રીસેપ્શન પણ પતી ગયું. અને બીજે દિવસે માંડવો યે વિખેરાઇ ગયો ને ફરી વળ્યો એક ખાલીપો....! ચોતરફ જાણે ખાલીપાનું પૂર ઉમટયું છે. કમ્પાઉન્ડ કેવું ખાલીખમ્મ આજે લાગે છે.! જાણે વરસોથી ત્યાં માંડવો કેમ હોય.! હમણાં તો દિવસો કેવા જીવંત બની રહ્યા હતા ! અનિલ જોશી જેવા કવિ આવા પ્રસંગે ગાઇ ઉઠયા હતા. “ દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત.