જ્યારથી પરીક્ષા ની જિંદગી પૂરી થાય છે ત્યારથી જિંદગી ની પરીક્ષા શરુ થાય છે. માણસ જયારે એકની એક બીબાઢાળ જિંદગી જીવતા કંટાળી જાય ત્યારે એને જીવન માં થોડા અવકાશ ની જરૂર હોય છે. જો જરૂરી સ્પેસ (અવકાશ) વ્યક્તિ ને યોગ્ય સમયે મળી જાય તો વ્યક્તિ ના બાહ્ય સૌંદર્ય સાથે એનું આંતરિક સૌંદર્ય પણ ખીલી ઊઠે છે. તારીખો તો કેલેન્ડર માં રોજ બદલાતી રહેશે, જિંદગી તો આપણે જાતે જ બદલવી પડશે.