જેણે જેણે ડૉ.અબ્દૂલ કલામ ની બાયોગ્રાફી Wings of Fire વાંચી હશે, તેઓ માટે તો એ.પી.જે. અબ્દૂલ કલામ, બસ નામ જ કાફી થઇ પડે છે. જીવન ની દરેક પરીક્ષાઓ સામે અડગ ઉભા રહી ને લડવા ની પ્રેરણા આપવા માટે,રામેશ્વરમ માં જન્મેલ એક છોકરો અને તેના આકાશ માં ઉડવા ના સપના અને તે સપના સાચા થાય, ભારત નું પહેલું સેટેલાઇટ ‘રોહિણી’ માં મુખ્યત્વે કામગીરી તેઓ સંભાળે અને તેમાં ભારત સફળ થાય,ત્યારબાદ પૃથ્વી,અગ્નિ,એસ.એલ.વી. અને વગેરે માં પણ તેમનો મહત્વ નો ફાળો હોય, ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ બને અને અંતે એ ‘મિશાઈલ મેન’ ભારત ને રડાવી ચાલ્યા જાય, ત્યારે આ સ્ટોરી માં કોઈ ઇન્ટર્નલ પાવર તેમના માં હોય તેવું લાગે, ત્યારે આ ચમત્કાર જેવું થોડું લાગે, પરંતુ, જ્યારે ‘Wings Of Fire’ માં વાંચવા માં આવે ત્યારે ખરેખર જણાઈ આવે કે કોઈ ઇન્ટર્નલ પાવર જેવું કોઈ માણસ માં હોતું નથી, માણસ પોતે જ પોતાનું ભાગ્ય લખે છે. ડૉ.કલામ ખુદ જ કહેતા કે, સુરજ કી તરહ દિખના હૈ, તો સુરજ કી તરહ જલના ભી પડેગા. અબ્દૂલ કલામ ની સ્ટોરી માં ખૂબ જ ઇન્સ્પિરેશન છે તો, Let s Read About Dr.Kalam... :-)