હિન્દુસ્તાનમાં ’૮૦ અને ’૯૦ના દશકમાં જયારે ડાકૂઓની વાર્તાઓ કોઈ મુખ્ય પાત્રના સ્વરૂપે ભજવવામાં આવતું ત્યારે તેની પાછળની કહાનીમાં ક્રુરતા, અનાથ બાળપણ, પ્રેમ અથવા ભાવુક ચરિત્રનું સર્જન કરવામાં આવતું. આવા ડાકૂઓ ત્યારે આપણી વચ્ચે જ હયાત હતા, ધીરે-ધીરે ઉછરી રહ્યા હતા. આ દરેક પૈકી એક ખૂંખાર, ખૌફનાક અને ખુરાફાતી વીરપ્પન. દરિંદગીની ચરમસીમાનો સ્વાદ ચાખેલો અનિષ્ટ. કુખ્યાત તસ્કર અને વૈશી ઘાતક. બિહામણું, જુગુપ્સિત, ભીષણ, ભયાવહ અને વિકરાળનો સમાનાર્થી – વીરપ્પન. કોઈના માટે મસીહા, ઉદ્ધારક, રક્ષક. • વીરપ્પન : મૂર્તિમંત અનિષ્ટ • વીરપ્પન – મુથુલક્ષ્મી : લવ સ્ટોરી • કિડનેપિંગ (રાજકુમાર અને એચ. નાગપ્પા) • વીરપ્પન : 3rd ડિગ્રી ખૌફ • ખાત્મો : ઓપરેશન કોકૂન • મુથુલક્ષ્મી (વીરપ્પન વિષે) • જાણ્યું - અજાણ્યું (રોચક ફેકટ્સ)