‘બચાવો! બચાવો!’ માધવીની ચીસો ગુંજી ઊઠી માધવીને તરતાં આવડતું ન હતું. ખાડો મોટો હતો લગભગ બે માણસો સમાઈ જાય તેવો ઊંડો હતો. માધવીએ એક ગળચિયું ખાધું. નાક, મોં, આંખ અને કાન ગંદા પાણીથી ભરાઇ ગયાં. કદાચ છેલ્લી વાર એણે ચીસ મારી, ‘હેલ્પ! પ્લીઝ, કોઇ…..મને બચાવો….! બહાર કાઢો…..!’