મોબાઇલની મગજમારી

(26)
  • 4k
  • 7
  • 1k

આમ તો બરાબર યાદ નથી પણ થયા હશે દસ-પંદર વર્ષ આ વાતને, ત્યારે મોબાઇલ હજી આવ્યા જ હતાં, એટલે મોબાઇલના મામલે અફવાઓનું બજારે ય ગરમાગરમ હતું. મોબાઇલ વાપરવાથી યાદદાસ્ત ઓછી થઈ જાય, બ્રેઇન ટ્યુમર થઈ જાય, સ્ક્રીન સામે જોઈ જોઈ ને અંધાપો આવી જાય ને છેલ્લે કઈ ન મળે તો છોકરા બગડી જાય એ બહાનું તો હોય જ...! તે સમયે ચારે બાજુ લાલ ડબલાઓનું ને ખણખણતા સિક્કાઓનું વર્ચસ્વ હતું. પણ છતાંય એ હથેળી જેવડું ગેઝેટ આવ્યું જ, ને એણે જે જગ્યા બનાવી બધાં વચ્ચે...આહાહા...!!