માઈક્રોફિક્શન વાર્તાઓ -૨

(34)
  • 4.3k
  • 853

તેને વિચાર આવ્યો દાદાજીને પૂછીશ તો મને સાચો જવાબ મળશે. અગાઉ પણ દાદાજી મને કેટલી હેલ્પ કરતા હતા ! તેમની પાસે દરેક સવાલ ના જવાબ હોય છે. પણ એ તો છેલ્લા બે વર્ષથી વૃધ્ધાશ્રમમાં રહે છે. તેણે મનોમન નક્કી કર્યું કે તે દાદાજીને મળવા જશે અને મન નું સમાધાન મેળવશે જ ! બીજે દિવસે સાંજે તે દાદાજીને મળવા ગયો અને પૂછ્યું, દાદાજી મારે ૬૦માં વર્ષે એક કરોડ રૂપિયા જોઈએ છે તો મારે શું કરવું જોઈએ થોડું વિચારીને દાદાજીએ જવાબ આપ્યો, બેટા, અત્યારે તને ૨૫ મુ વર્ષ ચાલે છે અને ૬૦ માં વર્ષે તારે એક કરોડ જોઈએ છે તો તારી પાસે ૩૫ વર્ષ છે કમાવા અને બચત કરવા માટે ! અત્યારે ફુગાવો ૭.૫ છે એટલે તને ૧૨.૫ રીટર્ન મળી શકે. કરોડપતિ થવા માટે માસિક ૧૭૭૭ - રોકાણ ચાલુ કર સળંગ ૩૫ વર્ષ સુધી...! તો ૬૦માં વર્ષે તારી પાસે ૧,૦૧૮૮,૫૭૭ - હશે. કવન નું તો મોઢું ખુલ્લું જ રહી ગયું ! તો દાદાજી તમે અહી કેમ કવન થી પુછાઈ જ ગયું. કવન બેટા, મારી બચત મેં મારા દીકરાઓ પાછળ ખર્ચી નાખી કારણ તે વખતે એવો વિશ્વાસ હતો કે મારે તો કરોડ કરોડ ના બે દીકરાઓ છે, મારે શું ચિંતા આંખોના ખૂણા લુછતા દાદાજીએ જવાબ આપ્યો. નીતા શાહ