એક કલાક ની મુસાફરી રોજ ની...!

(57)
  • 5.3k
  • 11
  • 1k

અરમાન લઈ ને દુનિયા ની ચોખટ માં જવાને નીકળ્યો હતો.... કઈ હું એ કરું, કઈ હું એ બનું, કઈ એવું થવાને નીકળ્યો હતો... યુવાની માં ઉછળતા એક હૈયા ની આ વાત છે. નજરોનજર રચાઈ રહેલા નવા જ બગીચા માં એક ભમરા ને વિહરવાની વાત છે. જિંદગી ની રમત, લોકો ના ખેલ, નસીબ ના વળાંકો માં ઘડાતા એક કળિયુગ ના મર્યાદા પુરુષોત્તમ ની વાત છે. જીવન ના ઘાવો ને પીવાની, છતાં લોકો સામે હસવાની, અનેક ઉતાર ચડાવ અને સ્થિત સ્થગિત થવાની, દુનિયા ના અનેક ભાવવિશ્વો માં જીવવાની - મારી, તમારી, દરેક રામ અને સીતા ની આ પુષ્પવાટિકા છે.