સિદ્દીભાઈને સિદકાં વહાલાં.

(16)
  • 3.4k
  • 2
  • 760

ગઈ કાલે મોડી રાત સુધી મુન્નાની એટલે કે રાહુલની લેફ્ટ-રાઈટ લેવાઈ હતી. સંભવિત પ્રશ્નોની મમ્મી-પપ્પા દ્વારા યાદી બનાવાઈ હતી. અને એ તમામ પ્રશ્નોના જવાબો રાહુલને ‘લર્ન – બાય - હાર્ટ’ કરાવાયા હતા. ‘વોટ ઇઝ યોર નેઈમ વોટ ઇઝ યોર એજ વોટ ઇઝ યોર સરનેમ વીચ કલર ડુ યુ લાઈક મોસ્ટ થી શરૂ કરીને એનીમલ’સ નેઇમ, બર્ડ્સ નેઇમ, વેજીટેબલ’સ નેઇમ, એ-બી-સી-ડી, વન-ટુ-થ્રી-ફોર વગેરે વગેરે. આમ તો આ બધું યાદ રાખવાની કસરત રાહુલને છેલ્લા પંદર દિવસથી કરાવાતી હતી એટલે એનું ફાઈનલ પરફોર્મન્સ જોઈને મમ્મી-પપ્પા રાજી હતાં.