short stories

(23)
  • 4.2k
  • 8
  • 1.1k

પીન્કી, તું જેવું કહે છે એવું જ એક મૂવી હમણાં મેં જોયું. એમાં પણ મોર્ડન છોકરીઓ આવી ગેરસમજની ભોગ બનેલી. એ મૂવીના હીરોએ છોકરીઓને સેફ જીવવા માટે ઘણા બધા સારા રુલ્સ સમજાવ્યાં છે જેને આપણે સમાજ ઉપરના કટાક્ષ તરીકે લઈ શકીએ અને સાવચેતીના પગલાંરુપે પણ લઈ શકીએ. હીરો ફકત ડાયલોગ બોલી જાય છે - જસ્ટીફાય આપણે કરવાનું રહે કે આમાંથી શું શીખવું પણ એક વાત પાકકી કે સ્ત્રી સશક્તિકરણ બોલચાલ કે પહેરવેશની છૂટ માત્રથી નથી આવી જતું. આપણો સમાજ આજકાલની સ્ત્રીઓ, છોકરીઓને બહુ જ આધુનિક બનાવવાના ચક્કરમાં ગમે એવા પહેરવેશની તરફેણ કરે છે, જાહેરમાં ડ્રીન્ક કરીને ગમે એમ બોલે કે જીવે એમની મરજી એમને કોઇ રોક ટોક શા માટે એવા નારા લગાવે છે, પણ સામે એમની સુરક્ષાના નામે માંડ દસ ટકા જ કામ થયું છે એ ભૂલી જાય છે. તમે ગમે એટલાં ટૂંકા કપડાં પહેરો તમારી મરજી પણ જ્યારે કોઇ તમને હેરાન કરે તો સ્વરક્ષણ માટે તમે કેટલાં તૈયાર છો એ કદી વિચાર્યું છે સ્ત્રી રક્ષણના કાયદા છે પણ એનો અમલ થતાં કેટલો સમય જાય અને ત્યાં સુધીમાં તો શું નું શું થઈ જાય એનું ભાન છે એક રીતે જોતાં આ બધા મહાન ચિંતકો અને સ્ત્રીઓની તરફેણ કરવામાં વ્યસ્ત લોકોના સમુદાયે આધુનિકતાના નામે આજકાલની છોકરીઓને કન્ફ્યુઝ કરી મૂકી છે, વાસ્તવિકતાથી દૂર કલ્પનામાં જીવવાનું જ શીખવાડે છે. સ્વતંત્રતાના નામે બધા હક એમને આપી દીધા છે, લીવ ઇન માં રહેવું કે લગ્ન કરી લેવા સુધીની છૂટ પણ આપી દઈએ છીએ પણ જયારે એ સંબંધો પાંગળા સાબિત થાય ત્યારે એનો ઉકેલ કાઢીને સામી છાતીએ લડવા માટેની જે હિંમત જ જોઇએ એ તાકાત આપણે એમને નથી આપી શક્યાં. જે સ્થિતીનો સામનો કરવાની માનસિક કે શારિરીક તાકાત ના હોય એ સ્થિતી સુધી ખાલી આધુનિકતાના આંચળ હેઠળ જઈને નુકશાન બીજા કોઇને નહીં પણ ખુદ એમને જ થવાનું છે. જો સ્વતંત્રતા કે સ્ત્રી સશક્તિકરણનો રસ્તો છેલ્લે એમની માનસિક - શારિરીક યાતનાની મંઝિલ તરફ જ જતો હોય તો એવું મનસ્વીપણું શું કામનું to read full stories download ebook and if u like it plz give ur honest feedback, it helps me a lot. thnx.