એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 2

(141)
  • 11k
  • 6
  • 5.2k

અગર કોઇ કસૂર હૈ તો સિર્ફ મેરા હૈ કિ મૈંને તુમ જૈસે ઈન્સાન સે પ્યાર કિયા… પર યે મેરી કોખ મેં પલનેવાલી જાન ક્યા કસૂર ઉસે ક્યા માલુમ કિ ઉસ્કા જન્મદાતા હી ઉસકા અસ્તિત્વ મિટાના ચાહતા હૈ... સલોની વીસ મિનિટથી આ લાંબોલચક જડબાતોડ ડાયલોગ યાદ રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. શોટ તૈયાર હતો અને સલોનીના સીનને કારણે શૂટીંગ રખડ્યું હતું. ક્યા અક્કલના ઓથમીરે લખ્યા છે આ ડાયલોગ્ઝ … સલોનીને પોતાના હાથમાં રહેલી સ્ક્રિપ્ટના લીરે લીરાં કરી ડિરેક્ટરના મોઢા પર મારવાનું મન થઈ આવ્યું હતું, પણ એવા ઘમંડી અને અનપ્રોફેશનલ થવાનો સમય હજી પાક્યો નહોતો.