ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 13

(28)
  • 6.1k
  • 4
  • 1.1k

જ્યારે ગન ક્લબમાં નિર્ણય લેવાઈ ગયો અને ટેક્સાસે તેની બદબોઈ પણ ખુબ કરી, ત્યાર પછી અમેરિકામાં રહેનાર તમામ લોકોનું એક જ કામ થઇ ગયું અને એ હતું આ આવનારી વૈશ્વિક ઉપલબ્ધી તેમજ ફ્લોરીડાની ભૂગોળ વિષે ખુબ વાંચતા રહેવાનું. આ અગાઉ ક્યારેય ‘બર્ટરમ્સ ટ્રાવેલ્સ ઇન ફ્લોરીડા’, ‘રોમન્સ નેચરલ હિસ્ટ્રી ઓફ ઇસ્ટ એન્ડ વેસ્ટ ફ્લોરીડા’, વિલિયમ્સ ટેરીટરી ઓફ ફ્લોરીડા’ અને ‘ક્લીવલેન્ડ ઓન ધ કલ્ટીવેશન ઓફ ધ સુગરકેન ઇન ફ્લોરીડા’ જેવા પુસ્તકોની માંગ આટલી બધી વધી નહોતી ગઈ.