નાપાસ નિશાળીયો

(21)
  • 3.7k
  • 1
  • 810

નિશાળોમાં એડમિશન ની મોસમ પૂરબહાર માં ખીલી છે. સંચાલકો કરોડો રૂપીયા વસુલવામાં અને પછી આ રકમ ક્યાં રોકવી તેની મથામણ માં વ્યસ્ત છે. માબાપો પેટે પતા બાંધી એકત્ર કરેલી જમા પુંજી ખાનગી શાળાઓને આપી અને પોતાનાં સંતાનો કઈક બનશે તેવી આશા સાથે નિરાંત નો ઓડકાર લઇ રહ્યા છે. વાલીઓ ભ્રમમાં છે. અને શાળા સંચાલકો આ ભ્રમનો ભરપુર લાભ લઇ રહ્યા છે. બાકી તે બરાબર જાણે છે કે ઉજ્જવળ પરિણામમાં શાળાનો ફાળો જુજ અને વિદ્યાર્થીની આંતરિક શક્તિ જ મહત્વ ની હોય છે. સ્ટ્રીટલાઈટ નાં અજવાળે ભણનારા મિસાઈલમેન અબ્દુલ કલામ કે પછી રાજકોટ ની સદર માં આવેલી સરકારી શાળામાં ભણનારા ઝવેરચંદ મેઘાણી ને કોઈ ખાનગી ટ્યુશનબાજ ની જરૂર પાડી ન હતી. આપણી શિક્ષણ સંસ્થાઓ અને પધ્ધતી બન્ને વિશે વિચારવાની જરૂરત છે પરંતુ ખરેખર જ એવું કરવામાં આવે તો કૈક નાં કપડા ઉતરી જાય અને બધ્ધા ઠાઠમાઠ બરખાસ્ત થઇ જાય ! એટલે જ શિક્ષણ જ નહિ પરંતુ, વિદ્યા પણ...!